માઁ ઉમા કળશ યોજના

માઁ પ્રત્યેનો ભાવ પ્રગટ કરીએ… સમગ્ર સમાજને સાંકળવાનો સેતુ.

પરિચય

“માઁ પધાર્યા મારે ઘેર”

‘માઁ ઉમા કળશ યોજના’ નો ઉદ્દેશ સમાજના દરેક પરિવારને વિવિધ સામાજિક કાર્યોમાં યોગદાન આપવાનો છે. ₹૩૬૫ અથવા વધુ હૃદયપૂર્વકનું યોગદાન આપીને પરિવાર કળશ ઘરે સ્થાપિત કરી શકે છે.

પરિવારના સભ્યો પોતાની ક્ષમતા મુજબ રોજ ઓછામાં ઓછું ₹૧ કળશમાં ભરે. વર્ષભરની રકમ મંદિર કાર્યાલયમાં અથવા ઓનલાઇન જમા કરાવી શકાય છે. ભાગ લેનારને UK (Uma Kalash) કાર્ડ મળે છે.

ઝડપી હકીકતો

  • ન્યૂનતમ વાર્ષિક: ₹૩૬૫ પ્રતિ વ્યક્તિ
  • UK કાર્ડ લાભ
  • ઓનલાઇન / કાર્યાલય જમા
  • નિધિ — સામાજિક કલ્યાણ માટે

નિધિનો ઉપયોગ

કળશ યોજના નિધિ ક્યાં વપરાય છે?

આરોગ્ય

આરોગ્ય સહાય અને સંબંધિત પ્રવૃત્તિઓ

શિક્ષણ

શૈક્ષણિક સહાય અને કાર્યક્રમો

નિરાધાર સહાય

વિધવા, ત્યજિત, અનાથ સહાય

પર્યાવરણ

વૃક્ષારોપણ, જળસંચય, સ્વચ્છતા

કૃષિ / યુવા

કૃષિ માર્ગદર્શન, રોજગાર, વ્યસનમુક્તિ

મહિલા સશક્તિ

મહિલા સંગઠન અને સશક્તિકરણ