અષાઢી બીજ મહોત્સવ

અષાઢી બીજ મહોત્સવ

૧૨ જુલાઈ, ૨૦૨૬
Temple decorated for Ashadhi Bij Mahotsav

મા ઉમિયાના પાવન સાનિધ્યમાં અષાઢી બીજ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. સર્વે ભક્તોને પરિવાર સાથે પધારવા હાર્દિક આમંત્રણ છે.

મહોત્સવના દિવસે મંદિર પરિસરમાં માતાજીનો વિશેષ શૃંગાર, વૈદિક પૂજન, મહાઆરતી અને ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સર્વે ભક્તો માટે ભોજનપ્રસાદની વ્યવસ્થા રહેશે.

કાર્યક્રમની રૂપરેખા

  • સવારે ૭:૦૦ — વિશેષ પૂજા અને શૃંગાર દર્શન
  • સવારે ૯:૩૦ — ભજન-કીર્તન
  • બપોરે ૧૨:૦૦ — મહાઆરતી
  • બપોરે ૧૨:૩૦ — ભોજનપ્રસાદ

વધુ માહિતી માટે મંદિર કાર્યાલયનો સંપર્ક કરો. કાર્યક્રમના સમયમાં જરૂરી ફેરફાર થાય તો તેની માહિતી નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે.